પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીજંગનો આજે શંખનાદ થવા જઇ રહ્યો છે. આજે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે પહોંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગડ ગ્રાઉન્ડમાં જે બપોરે બે વાગ્યે એક રેલીને સંબોધિત કરશે. આ પહેલા એક મહત્વના સામાચાર આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી જે મંચ પરથી સભાને સંબોધિત કરવાના છે તે મંચ પર બોલિવૂડ અભિનેતા મિથુપન ચક્રવર્તીએ ભાજપનો હાથ પકડ્યો છે. મિથુન ચક્રવર્તી આજે ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા છે. સાથે જ તેમણે સ્ટેજ પર અન્ય નેતાઓ સાથે મળીને ભાજપનો પાર્ટી ધ્વજ પણ લહેરાવ્યો હતો. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મિથુન ચક્રવર્તીને શુભેચ્છા આપી. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ આ સમયે ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે વડાપ્રધાનની રેલીને લઇને વિશઆળ સંખ્યામાં લોકો બ્રિગેડ મેદાનમાં એકઠા થયા છે.

પશ્ચિમ બંગાળના હાઇ વોલ્ટેજ ચૂંટણી ડ્રામાની શરુઆત થઇ ગઇ છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ત્યાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો જંગ છે. સત્તાધારી ટીએમસી સામે પોતાની સત્તા બચાવવાની ચેલેન્જ છે, તો ભાજપને પશ્ચિમ બંગાળમાં પોતાનો ડંકો વગાડવાનો છે. તેવામાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ત્યાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *