સુરત લકી ડ્રોના નામે પુણાના વેપારી સાથે 24 લાખની ઠગાઈ સ્કીમમાં નિયમ મુજબ રૂપિયા પરત ન કરતા ફરિયાદ
24 લાખ રૂપિયા પરત ન કરવાની સાથે વેપારીને આપી હતી ધમકી
પુણા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ
સુરતના ડુંભાલમાં શાકભાજીના વેપારીએ લકી ડ્રોના નામે પૈસાનો રોકાણ કરતા ભેજાબાજે વિવિધ સ્કીમો આપીને છેતરપિંડી આચરતા પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને પુણા પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડી તેની ધરપકડ કરવામાં આવી છે.