યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં બુરખો કે હિજાબ પહેરવા પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. રવિવારે સ્વિત્ઝર્લેન્ડમાં આ માટે વિશેષ મતદાન થશે અને જનતાનો અભિપ્રાય લેવામાં આવશે. જો પ્રતિબંધના સમર્થનમાં મત વધુ પડયા તો હવેથી સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવશે. જેને લઇને સ્થાનિક મુસ્લિમોમાં વિરોધ થઇ શકે છે. કેમ કે બુરખો અને હિજાબનો ઉપયોગ મુસ્લિમ સમાજમાં થાય છે.

સ્વિત્ઝર્લેન્ડ સરકાર જનમત સંગ્રહ કરવા જઇ રહી છે. આ દિવસે પુરા દેશની જનતા વોટિંગ કરશે. આ સાથે જ સરકાર જનમત દ્વારા લોકશાહીની સિસ્ટમમાં પણ કોઇ સુધારો કરવાની જરૂર છે કે કેમ તે અંગે પણ અભિપ્રાય લેશે. સ્વિત્ઝર્લેન્ડમાં લાંબા સમયથી મુસ્લિમ સમુદાયને લઇને ચર્ચા ચાલી રહી છે. આ વખતે જનમત સંગ્રહના માધ્યમથી લોકોને સવાલ પૂછવામાં આવશે કે જાહેર સૃથળોએ કોઇ પણ નાગરિક પોતાનો ચેહરો ન ઢાંકે આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? બુરખામાં ચેહરો ઢાંકવાનો હોય છે જેને પગલે આ પ્રતિબંધની અસર સીધા બુરખા પર વધુ જોવા મળી શકે છે.

નોંધનીય છે કે નેધર્લેન્ડ, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ અને ડેનમાર્કમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ છે. જોકે સ્વિત્ઝર્લેન્ડમાં જે પ્રસ્તાવ બુરખા પર પ્રતિબંધને લઇને લાવવામાં આવ્યો છે તેમાં બુરખાને મુસ્લિમ મહિલાઓ વિરોધી માનવામાં આવે છે. જોકે કેટલાક લોકો એવા પણ છે કે જેમની માગણી છે કે હાલ કોરોના મહામારી જેવા સમયે કે કોઇ બિમારી સમયે બુરખો આૃથવા અન્ય કોઇ કપડાથી ચેહરો ઢાંકવાની છુટ આપવી જોઇએ.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.