અમેરિકા હોય કે કેનેડા કે પછી ઓસ્ટ્રેલીયા વિદેશની ધરતી ઉપર ભારતીયઓ ઉપર હુમલાઓ થવાની બાબત સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ગુજરાતીઓ ઉપર હુમલાના બનાવો સતત બનતા રહે છે. ત્યારે વધુ એક ગુજરાતી દંપતી હુંમલાની ઘટના પ્રકાશમાં આવી છે. અમેરિકામાં સુરતના પટેલ દંપતી ઉપર ફાયરિંગ થયાની ઘટના બની હતી. જેમાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોટેલ સંચાલક પતિની હાલત ગંભીર છે.

અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના કણબી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાઈ થયેલ છે અને અહીંયા મોટેલનો બિઝનેસ સાતેહ સંકળાયેલા છે જોકે પતિ દિલીપ અને પત્ની ઉષા શુક્રવારે પોતાની હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને લૂંટના ઇરાદે દંપતી ફરી ફાયરિગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા

જોકે, તાતકાલિક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્ની ઉષા બહેનનું કરુંણ મોત થઇ ગયું હતું. જોકે, પતિ દિલીપ ભાઈ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની સુરતમાં રહેતા તેમના પરિવારને જાણકારી મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ પરિવારને હાલમાં સરકાર તરફથી કોઈ મદદ મળી હોવાની માહિતી મળી નથી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.