સંઘપ્રદેશ દમણના પાતળિયાના પુલ પરથી એક કાર નીચે ખાબકતા કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેઓને સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાત્રે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. મીડિયાના અહેવાલ અનુસાર સુરતના ત્રણ મિત્રો કાર લઇ અને દમણ ફરવા આવ્યા હતા.

દમણમાં ખાવા-પીવાની મોજ કરી અને સુરત પરત ફરી રહ્યા હતા એ વખતે ગુજરાત અને દમણની હદ પર આવેલા પાતળિયા ચેકપોસ્ટના પાતળિયા પુલના દમણ બાજુના છેડા પર નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પુલ ના છેડા પર કોઈ સૂચક સાઈન બોર્ડ નહીં મૂકેલા હોવાથી કાર ચાલકે પુરઝડપે કાર દોડાવતા કાર સીધી નવા નિર્માણ પામી રહેલા પુલની નીચે નદીમાં ખાબકી હતી.

ધડાકાભેર કાર નીચે ખાબકતા આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ રોકાઈ અને નદીમાં નીચે ખાબકેલી કારમાં સવાર લોકોને બચાવવા પ્રયાસ કર્યા હતા અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં દમણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને નદીમાં ખાબકેલા કારમાં સવાર ત્રણ યુવકો ને બચાવવાના પ્રયાસ કર્યા હતા.

જોકે પૂર ઝડપે પસાર થતી કાર 20 ફૂટ નીચે નદીમાં ખાબકી હોવાથી કારમાં સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજા થઈ હતી આથી તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે કારમાં સવાર ત્રણેય યુવકો નશાની હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે ક્રેનની મદદથી પુલ નીચે ખાબકેલી કારને બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *