ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ બાદ ગાય પાલનના ક્ષેત્રમાં સફળતાના ધ્વજ ફરકાવ્યો છે. મહેન્દ્રસિંહને પૂર્વી ભારતમાં પશુપાલન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન માટે સર્વશ્રેષ્ઠ ગોપાલકનો ખિતાબ મેળવ્યો છે.
શનિવારે બિરસા કૃષિ વિશ્વવિદ્યાલયમાં ચાલી રહેલા પુર્વ ક્ષેત્ર પ્રાદેશિક એગ્રોટેક ખેડૂત મેળામાં ધોનીનું સ્મૃતિચિન્હ અર્પણ કરીને તેમ જ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું છે. જોકે આ સન્માનમાં ધોની તરફથી તેના પ્રતિનિધિ કુણાલ ગૌરવ સ્વીકાર કર્યું છે.
ધોનીની બે ગાયો આયોજિત મેળામાં પશુ-પક્ષીના પ્રદર્શનમાં સામેલ કરવામાં આવી હતી. જેમાં એક ક્રોસબ્રીડ અને બીજી ગાય સાહિવાય પ્રજાતિની હતી. ક્રોસબ્રીડ ગાય સાથે તેની વાછરડી પણ હતી. જે પ્રતિદિન 35 લીટર દૂધ આપે છે.
છ નિર્ણાયકોએ મળીએ વિજેતાઓની પસંદગી કરી છે. બીએયુના ડીન વેટરનરી ડોક્ટર સુશીલ પ્રસાદે જણાવ્યું હતું કે આ પસંદગી પ્રક્રિયામાં ગાયની શારીરિક સંરચના દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા અને તેની હેલ્થ વિશે ચકાસણી કરવામાં આવી હતી.