ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિવાદિત નિવેદન માટે ઓળખાય છે. વિવાદિત નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. આ જ ક્રમમાં તેમનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. બિહારના બેગુસરાયમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપના નેતાએ લોકોને સલાહ આપી કે અધિકારી અને તેમના તેમની સેવા માટે છે. અધિકારી જો તેમની વાત ન સાભળે તો તેને જાહેરમાં ડંડાથી ફટકારો.

ગીરીરાજસિંહે કહ્યું હતું કે મને નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું સરકારી અધિકારીઓ નથી સાંભળતા, આવી અનેક ફરિયાદો મને મળી રહી છે. હું આવા લોકોને એટલુ જ કહેવા માગુ છું કે આવી નાની બાબતોને લઇને મારી પાસે કેમ આવો છો?
સાંસદો, ધારાસભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, એસડીએમ આ બધા જ નાગરિકોની સેવા કરવા માટે બંધાયેલા છે. જો તેઓ તમારૂ ન સાંભળે તો હાથમાં ડંડો લો અને તેમના માથા પર ફટકારો આ ડંડા. જો તેમ છતા તેઓ કઇ જ ન કરે તો ગીરીરાજસિંહ તમારી પાછળ ઉભા છે. ગીરીરાજસિંહે આ નિવેદન બિહારના અધિકારીઓેને ધ્યાનમાં રાખીને આપ્યું હોવાની ચર્ચા છે. ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે પણ તે અંગે નિવેદન આપ્યું છે. મારપીટ કરવાની વાત ક્યાંય પણ ન્યાયોચિત્ત નથી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
