વિશ્વભરમાં આજે વિશ્વ મહિલા દિવસ (International Women’s Day) ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં મહિલા દિવસે જ મહિલાએ ઝેરી દવા પીવાનો વારો આવ્યો છે. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વાંદા મારવાની દવા પી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો.

પતિ સહિત સાસરિયાંઓએ ઘરમાંથી કાઢી મૂકતા અને બે વર્ષના પુત્રને લઈ લેતા મહિલા ભાંગી પડી હતી. ત્યારબાદ વાંદા મારવાની દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં જમીન પર ઢળી પડી હતી. જેથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ તત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. મહિલાએ પોતાનું નામ કલ્પના જણાવ્યું હતું. મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે, પારિવારિક ઝગડો હોવાનું અને પતિએ કાઢી મૂકતા દવા પી લીધી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.