ગુજરાત રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે. ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.

રાજ્યના શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો 37. 5 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડિસામાં 36.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36.6 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, અમરેલીમાં 37.8 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી, રાજકોટમાં 37.6 ડિગ્રી સુરેંદ્રનગરમાં 37.8 ડિગ્રી, મહુવામાં 35.6 ડિગ્રી, કેશોદમાં 35.2 ડિગ્રી, ભૂજમાં 35 ડિગ્રી નોંધાયું હતું.

માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *