અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ હતી. શહેર પોલીસ કમિશનર સહિત જેસીપી (JCP) અને ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા હતા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ કરાયું છે.

ખરા અર્થમાં મહીલા કેટલી તાકાતવર છે તે માત્ર આ કરતબો પરથી નહિ પણ મહિલા પોલીસની કામગીરી પણ સૌ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની તાકાત દેખાતી હોય છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે પોલીસ મહિલા તાલીમાર્થીઓએ જૂડો, કરાટે, રેસલિંગ કરી કરતબ બતાવ્યા. સાથે સાથે SRT દ્વારા સ્પેશ્યિલ બસ હાઇ જેક કરીને ડેમોસ્ટ્રેશન પણ બતાવામાં આવ્યું. મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પાટા બાંધીને રાઇફલની કામગીરી કરીને પણ કરતબ બતાવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદમાં આયશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારાશે. સરકારે થ્રિ લેયર સુરક્ષાને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી. 50 થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું. ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
