ગીર સોમનાથના ગીર ગઢડામાં વનરાજની પજવણી કરવી છ આરોપીઓને ભારે પડી છે. કોર્ટે સાતમાંથી છ આરોપીને સજા ફટકારી છે. જ્યારે એક વ્યક્તિનો નિર્દોશ છૂટકારો થયો છે. એક આરોપીને કોર્ટે એક વર્ષની, પાંચ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

મહત્વનું છે કે સિંહના ગેરકાયદે દર્શન માટે મુરઘીને સિંહ સામે રાખી સિંહ એનો શિકાર કરે તેનો વિકૃત આનંદ માણતા આ નબિરાઓના વીડિયો સામે આવ્યા હતા.

વિગત એવી છે કે, વર્ષ 2018ના મે મહિનાની 19મી તારીખે રાત્રે 1 વાગ્યે અને 10.00 કલાકે આરોપી ઇલ્યાસ અબદ્રેમાનની દીરના સેટલમેન્ટ વિસ્તાર ધ્રુંબકમાં આવેલી જમીનમાં 5 પ્રવાસીઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવ્યું હતું.

આ વ્યક્તિએ પોતાના હાથમાં મરઘી રાખી અને સિંહણને લલચાવી અને અવારનવાર તેને મરઘીનું પ્રલોભન આપ્યું હતું. આ જઘન્ય ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ આરોપીઓ વિરૂદ્ધ વન્ય પ્રાણી સર્વેક્ષણ અધિનીયમનની કલમ 1972ની કલ-2 (16) (બી) 2 (36), 9, 29,39, 51,52 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *