મહામારીના કારણે મોટાભાગના ક્ષેત્રોને ફટકો પડયો હતો. કેટલાક ઉદ્યોગો આર્થિક રીતે કંગાળ થઈ ગયા હતા. અત્યારે આર્થિક રીતે ઉદ્યોગો માંડ માંડ બેઠા થઈ રહ્યા છે, ત્યારે એકમાત્ર દારૂના ધંધાને કંઈ અસર થઈ ના હોવાનું ફલિત થાય છે. રાજસ્થાનમાં વાઈન શોપ માટે થયેલી ઈ હરાજીમાં એક વાઈન શોપ માટે બોલી 510 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આ વાઈન શોપની બેઝ પ્રાઈઝ 72.70 લાખ રૂપિયા હતી. જેની બોલી ગત વર્ષ કરતા સરેરાશ 30 ટકા વધુ બોલાઈ છે.

આ વાઈન શોપ હનુમાનગઢ જિલ્લાના નોહારમા આવેલી છે. ગત વર્ષે ડ્રોના આધારે 65 લાખ રૂપિયામાં આ વાઈન શોપ અપાઈ હતી, પરંતુ આ વર્ષે ઈ-હરાજી રખાઈ હતી, જેમાં તેની બેસ પ્રાઇસ 72.70 લાખ રખાઈ હતી. જોકે, ઈ-હરાજીમાં અકલ્પનિય 510 કરોડ રૂપિયાની બીડ બોલાઈ હતી.
રાજસ્થાનમાં કુલ 7665 વાઈન શોપ છે જેમાંથી પ્રથમ તબક્કામાં 3572 દુકાનો માટે હરાજી થઈ છે. આ તબક્કો આગામી 10 માર્ચ સુધી ચાલશે. અગાઉ વાઈન શોપનું સંચાલન લોટરી સિસ્ટમથી આપતું હતું પરંતુ નવી નીતિના કારણે ઈ હરાજી થશે. જેમાં કેટલાક વેપારીઓ ઊંચી હરિફાઈની ફરિયાદો કરી રહ્યા છે. બીજી તરફ આ પધ્ધતિથી સરકારની આવકમાં પણ વધારો થશે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
