ટીમ ઇન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે ગોવામાં લગ્ન કરશે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને સાયલેન્ટ અફેર રાખી છે, બંને તરફથી હજી સુધી લગ્ન અંગે કોઈપણ પ્રકારની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

હાલમાં જ જસપ્રીતે અંગત કારણોને લીધે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.