ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કોરોના વાયરસના કેસોમાં ધમી ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 555 નવા કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે અને આંક઼ો ધીરે ધીરે સરકારી ચોપડે પણ જોવા મળી રહ્યો છે.

જયારે 8 માર્ચે રાજ્યમાં કુલ 1,08,226 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં ધીરે ધીરે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ 3212 એક્ટિવ કેસ સરકારી ચોપડે નોંધાયેલા છે. જ્યારે કુલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે કુલ 3171 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 2,66,313 નોંધાઈ છે. રાજ્યમાં કુલ મૃત્યુની સંખ્યા 4416 થઈ છે જેમાં આજે કુલ 1 મૃત્યુનો ઉમેરો થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,08,226 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 15,01,253 વ્યક્તિને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ જ્યારે 2,57,654 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ સમાપ્ત થયું હતું આજે 60 વર્ષ સુધીની બિમારી ધરવાત અને સિનિયર સિટિઝનને કુલ 89,447 વ્યક્તિને રસી આપવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ બનાસકાંઠા, બોટાદ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ 5 જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2.66 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે રાજ્યનો રિકવરી રેટ 97.22 ટકાએ પહોંચ્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.