પશ્ચિમ બંગાળ (West Bengal)ના પાટનગર કોલકાતા (Kolkata)ના સ્ટ્રેન્ડ રોડ વિસ્તારમાં સોમવાર સાંજે એક બહુમાળી બિલ્ડિંગના 13મા માળે આગ લાગવાથી 9 લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ બિલ્ડિંગમાં રેલવેનું કાર્યાલય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં પ્રત્યેક મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે.

પશ્ચિમ બંગાળના ઇમરજન્સી સેવાના અધિકારી સુજીત બોસે જણાવ્યું કે, કોલાકાતાની એક બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગમાં 9 લોકોનાં મોત થયા છે. ફાયરફાઇટર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ફાઇટર ટીમોને મોકલવામાં આવી હતી.

કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આગ લાગવાની ઘટના સાંજે 3.10 વાગ્યે બની હતી. કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)એ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતકના પરિવારને ખેદ વ્યક્ત કર્યું છે. તેઓએ જણાવ્યું કે આ આગ દુર્ઘટનામાં 4 ફાયરફાઇટર્સ, 2 રેલવેના કર્મચારી, એક પોલીસ એએસઆઈએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *