નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) દિલ્હીની તમામ સરહદો પર 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર સોમવારે બ્રિટનની સંસદમાં ચર્ચા થઈ. આ દરમિયાન બ્રિટિશ સરકારે કહ્યું કે કૃષિ કાયદા અને ખેડૂતોનું પ્રદર્શન ભારતનો આંતરિક મામલો છે.

બ્રિટનના રાજ્યમંત્રી નિગેલ એડમ્સે સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યું કે કૃષિ કાયદા ભારત સરકારનો એક ઘરેલુ મામલો છે. યુકે સરકારનું માનવું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર કોઈ પણ લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે. પરંતુ અમે એ પણ સ્વીકારીએ છીએ કે જો કોઈ વિરોધ કાયદાની લાઈન પાર કરે તો સુરક્ષાદળોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના અધિકાર છે.

આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને મીડિયાની સ્વતંત્રતાને લઈને ભારત સરકાર પર દબાણ બનાવવા માટે બ્રિટનની સંસદમાં અરજી નાખવામાં આવી હતી. જેના પર એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. ચર્ચા દરમિયાન નિગેલ એડમ્સે આશા વ્યક્ત કરી કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતથી સકારાત્મક પરિણામ આવશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.