પાકિસ્તાનમાં રહેતી બે દુલ્હનો (Brides)ને પોતાના પતિને મળવા માટે લાંબા સમયનો ઇંતજાર સોમવારે સમાપ્ત થઈ ગયો. બે વર્ષ પહેલા લગ્ન થયા હોવા છતાંય વિઝા ન મળવાના કારણે બંને દુલ્હનો પાકિસ્તાનથી પોતાના દુલ્હાની સાથે ભારત નહોતી આવી શકી. લગ્ન બાદ બાડમેર અને જૈસલમેર નિવાસી બંને દુલ્હાઓને પોત-પોતાની દુલ્હનોને ત્યાં મૂકીને ભારત પરત ફરવું પડ્યું હતું.

આ દરમિયાન હજુ પણ એક દુલ્હન વિઝા ન મળવાના કારણે પાકિસ્તાનમાં જ ફસાયેલી છે. તેના નવજાત બાળકને વિઝા આપી દેવામાં આવ્યો છે. એવામાં તે બાળક પોતાની માતા વગર નાનીની સાથે ભારત પહોંચ્યું છે. સરહદી વિસ્તારોમાં વસેલા લોકો આજે પણ સરહદ પાર પાકિસ્તાનમાં લગ્નો કરે છે. પરંતુ હવે આ કડી થોડી નબળી પડવા લાગી છે.

લગ્ન પછી બે વર્ષનો સમય રાહ જોયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પરત ફરેલી આ બંને દુલ્હનોના પરિજનોએ અટારી-વાઘા બોર્ડર પર પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું. જૈસલમેર જિલ્લાના બળયા ગામના નેપાળ સિંહના લગ્ન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયા હતા. તેઓ બે વર્ષ પહેલા થાર એક્સપ્રેસથી જાન લઈને પાકિસ્તાન ગયા હતા. નેપાળ સિંહના લગ્ન 26 જાન્યુઆરી 2019ના રોજ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *