સુપ્રીમ કોર્ટે પત્ની પર હિંસાના આરોપી પતિને ધરપકડ પહેલા જામીન આપવાથી ઇનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સાસરીમાં મહિલા પર હિંસા થાય છે તોના માટે મુખ્યરૂપે પતિ જવાબદાર હોય છે, ભલે હિંસા એના સબંધીઓ કરે. દેશની સર્વેચ્ચ કોર્ટે એક વ્યક્તિની અરજી પર સુનાવણી ધરી હતી જેમાં આ તેના ત્રીજા લગ્ન અને મહિલાની બીજી લગ્ન હતા. લગ્નના એક વર્ષ પછી 2018માં તેમને એક બાળક થયું હતું. ગત વર્ષે જૂનમાં મહિલાએ લુધિયાણા પોલીસમાં પતિ અને સાસરી પક્ષવાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દહેજની વધતી માંગને પુરી ન કરી શકવાથી પતિ, સસરા અને સાસુ ખરાબ રીતે મારે છે.

 

જ્યારે પતિના વકીલ આગતરો જમાનત પર વાંરવાર ભાર મુક્યો તો સીજીઆઇની ખંડપીઠે જણાવ્યું કે તમે કેવા પુરૂષ છો? તમારી પત્નીનો આરોપ છે કે તમે તેનું ગળું દબાવીને તેની હત્યા કરવાના હતા. તેમણે વધુમાં જણાવ્યું કે તમે તમારી પત્નીની ઈચ્છા વિરુદ્ધ અને જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યો. તમે કેવા મર્દ છો જે પોતાની પત્નીને ક્રિકેટના બેટથી મારો છો? જ્યારે મહાજને કહ્યું કે તેના ક્લાયંટના પિતાએ બેટથી મહિલાને માર માર્યો હતો તો સીજેઆઇના નેતૃત્વ વાળી બેંચે કહ્યું, તેનાથી ફરક નથી પડતો કે તમે (પતિ) હતાં અથવા તમારા પિતા જેમણે કથિત રૂપે બેટથી તેને માર માર્યો. જ્યારે સાસરામાં મહિલાને ત્રાસ આપવામાં આવે છે તો મુખ્ય રૂપે જવાબદારી પતિની બને છે. કોર્ટે શખ્સની અરજી ફગાવી દીધી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.