ગુજરાત રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. ગરમ અને સૂકા પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે. જેના કારણે ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો લઘુતમ તાપમાન નીચું હોવાના કારણે રાતે ઠંડી અને બપોરે આકરી ગરમી પડી રહી છે

ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણમાં પલટા અને માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આ ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહશે. જોકે, માર્ચ મહિનામાં પહેલા સપ્તાહમાં તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને આગામી દિવસમોમાં પણ ગરમીનું પ્રમાણ વધશે.

હવામાન નિષ્ણાત અંબાલલ પટેલની આગાહી પ્રમાણે, આ ઉનાળા દરમિયાન વાતાવરણમાં વારંવાર પલટો આવશે. તેમના જણાવ્યાં પ્રમાણે, ગલ્ફના દેશો તરફથી ધૂળ ઉડશે અને કચ્છના વિસ્તારમાં આવી પહોંચે છે અને કચ્છના વિસ્તારમાં ધૂળભર્યું વાતાવરણ રહશે. તેમજ દરિયા કિનારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહશે.

12થી 15 માર્ચમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શકયતા રહશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા છે. તો ગરમી સાથે માવઠું અને ધૂળભરી આંધીઓ આવશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.