• વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી બનશે અમદાવાદના મહેમાન
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ થશે પૂર્ણ,
  • સાબરમતી આશ્રમનો થશે વિકાસ

                 

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી દાંડીયાત્રાને 12 માર્ચના રોજ 91 પૂર્ણ થઈ રહ્યા છે. અને ભારતની આઝાદીના 74 વર્ષ પૂર્ણ થયા અને 75માં વર્ષની દેશભરમાં ઉજવણી કરવા કરવામાં આવી રહી છે, ત્યારે 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી અમદાવાદના મહેમાન બનશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે અને નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે. દાંડીયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન, ડૉક્ટર હર્ષવર્ધન સહિતના નેતાઓ હાજર રહેશે સાથે સાથે કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.