ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં પૂરી ક્ષમતા સાથે ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટી-20 મેચ યોજવાનો ગુજરાત ક્રિકેટ એસોસિએશને નિર્ણય લીધો છે.

બે દિવસમાં 48 હજારથી વધુ ટિકિટોનું વેચાણ પણ થઈ ગયું છે. ક્રિકેટ પ્રેમીઓનો ભારે ઘસારો જોતા તમામ ટિકિટ વેંચવાનો ગુજરાત ક્રિકેટ એસોસિએશને નિર્ણય લીધો છે. પણ જો કોરોનાનું સંક્રમણ વધશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે એક સવાલ છે.

હાલ 500 રૂપિયાની ટિકિટ મળતી નથી. માત્ર બે હજાર અને 2500ની જ ટિકિટ ઉપલબ્ધ છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો શહેરની હોટેલ, રેસ્ટોરેંટ અને ખાણીપીણીની બજારોમાં લોકોને સોશલ ડિસ્ટસિંગના નિયમો સમજાવીને બંધ કરાવી રહ્યાં છે.

હોટેલ, રેસ્ટોરેંટ અને ખાણીપીણીની બજારોમાં જ્યાં સોશલ ડિસ્ટસિંગનું પાલન નથી થઈ રહ્યું ત્યાં પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે સ્ટેડિયમમાં સંપૂર્ણ ક્ષમતા સાથે મેચ યોજાશે અને જો કોરોનાનું સંક્રમણ વધશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે એક સવાલ છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.