અમદાવાદના સાબરમતિ ગાંધી આશ્રમને હવે આર્કિટેકચર પ્લાનિંગ સાથે નવી જ રીતે ડેવલપ કરવામા આવશે અને આ માટે એક હજારથી બારસો કરોડનો ટોટલ પ્રોજેક્ટ ખર્ચ થશે. સંસદ ભવન બાદ હવે ગાંધી આશ્રમને ડેવલપ કરવાનો ડિઝાઈન પ્રોજેક્ટ પણ અમદાવાદના આર્કિટેકટ બિમલ પટેલને આપવામા આવ્યો છે. ૫૫ એકરમાં ગાંધી આશ્રમનો વિકાસ થશે.

કેન્દ્રની મોદી સરકારે હવે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમને પણ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે અને ગાંધી આશ્રમના વિકાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારમાં થયેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવાઈ છે.ગાંધી આશ્રમને ૫૫ એકરમાં ડેવલપ કરાશે.આશ્રમની આસપાસ ચારથી પાંચ મ્યુઝિયમો બનાવવામા આવશે. આશ્રમને નવેસરથી ડેવલપ કરવા માટે નવી ટીપી પણ મંજૂર થશે અને રોડ ,રસ્તા,ગટરલાઈન માટે પ્લાન તૈયાર કરવા પણ રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી દીધી છે.

ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને જેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી બાદ કામગીરી શરૃ કરાશે. મહત્વનું છે કે ગાંધી આશ્રમના આર્કિટેકચર પ્લાન અને ડિઝાઈનિંગની જવાબદારી અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલને અપાઈ છે. ૧૨મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે ત્યારે વડાપ્રધાન ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા કરશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.