દેશની SBI સહિત સરકારી અને ગ્રામીણ બેંકો (Bank holidays) આગામી 5 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ (Bank Bandh) રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાલ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત પણ જો આપને બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નોંધનીય છે કે, ગુરૂવાર 11 માર્ચે મહાશિવરાત્રિ હોવાના કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય. રવિવાર એટલે કે 14 માર્ચે પણ બેંકો બંધ રહેશે. બાદમાં 15 અને 16 માર્ચે બેંકોની હડતાલ છે, જેના કારણે પણ બેંકો બંધ રહેશે. એટલે કે બેંક 5 દિવસ સુધી બંધ રહેશે.
કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બેંકોના કર્મચારી હડતાલ કરી રહ્યા છે. સરકારી બેંકોને પ્રાઇવેટ કરવાની યોજનાનો આ તમામ કર્મચારી વિરોધ કરી રહ્યા છે. આ કારણથી બેંક કર્મચારીઓ અને અધિકારીઓના યૂનિયને આગામી 15 અને 16 માર્ચે હડતાલ પર જવાની નોટિસ આપી છે. આ હડતાલનું આહવાન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) આપ્યું છે. તેમાં કર્મચારીઓ અને અધિકારીઓના લગભગ તમામ સંગઠન સામેલ છે. આ ઉપરાંત ગ્રામીણ બેંક પણ આ હડતાલમાં સામેલ થવાની છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
