ધૂમ સ્ટાઈલમાં બાઈક ઉપર સ્ટન્ટ કરવા યુવકોમાં સામાન્ય બની ગયા છે. સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરીને વીડિયો બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવાનો વીડિયો માટે પોતાનો અને આસપાસનાં લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે સુરત ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને (KTM sports bike) છૂટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ થયો હતો.

આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં ઘકેલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત છે.

સુરતના ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરતી હતી. વિડીયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી છે. વિડીયોમાં વીઆરમોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો છે અને આ વિડીયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો.

આ યુવતીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તે બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે.

આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વીડિયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આશ્ચર્યની બાબત એ છે કે, સંજના વીડિયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *