પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક દુર્ઘટનાનો ભોગ બન્યા છે. મમતાએ જણાવ્યું હતું કે મારી કારનો દરવાજો ખુલ્લો રાખી મારી કારની બહાર ઉભી હતી ત્યારે કેટલાક લોકો મારી કાર પાસે આવ્યા હતાં અને તેમણે મારી કારના દરવાજાને ધક્કો માર્યો હતો. જેના કારણે કારનો દરવાજો મારા પગ સાથે આૃથડાતા મારા પગન ઇજા થઇ છે.

મમતાએ જણાવ્યું હતું કે આ ઇજાના કારણે મારા પગમાં સોજો આવી ગયો છે અને દુખાવો થઇ રહ્યો છે. આ ઘટના બની ત્યારે સૃથાનિક પોલીસનો એક પણ કર્મચારી હાજર ન હતો. નંદીગ્રામમાં આ હુમલો થયા પછી તે તાત્કાલિક કોલકાતા જવા રવાના થઇ ગયા હતાં. નંદીગ્રામમાં રાત રોકાવાની તેમની યોજના હતી પણ આ ઘટના પછી તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હોવા છતાં તેમની સાથે બનેલી આજની ઘટનાથી સૌને આશ્ચર્ય થયો છે. આ ઘટના પછી મમતા બેનર્જીએ જણાવ્યું છે કે મારા પર ઇરાદાપૂર્વક હુમલો કરાવવામાં આવ્યો છે.

બીજી તરફ ભાજપે પોલીસ અને વહીવટી તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે પોલીસ શું કરી રહી હતી. મુખ્યપ્રધાનની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ શું કરી રહ્યાં હતાં. ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય જણાવ્યું હતું કે મમતા સહાનુભૂતિ મેળવવા માટે આ બધું કરાવી રહ્યાં છે. તેમણે આ ઘટનાની સીબીઆઇ તપાસ કરાવવાની માગ કરી છે. મમતાએ વધુમાં જણાવ્યું છે કે વિજયવર્ગીય વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.