રાજકોટ ખાતે ગાંધી મ્યુઝિયમ ખાતે 12માર્ચના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સવારે 9 કલાકે સ્કૂલના છાત્રો દ્વારા મહાનુભાવોનું પારંપરિક સ્વાગત કરાશે, સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરાંજલિ, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત “એ મારા ગાંધી વાલીડા તને જાજી ખમ્મા” ગરબો રજૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એન.એસ.એસ.ના 100 છાત્રો દ્વારા સવિનય કાનૂનભંગની દાંડીકુચની યાદગીરી રૂપે ફ્લેગમાર્ચ રજૂ કરવામાં આવશે. આઝાદીના જંગમાં પોતાના જાન ન્યોછાવર કરનારા ભારતના વીર સપૂતોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે. જાણીતા વક્તાઓ શૈલેષભાઇ સગપરિયા તેમજ જવલંત છાયા આઝાદી અંગેના તેમના વિચારો રજૂ કરશે. ગાંધીના વિચારો અને આજનું ભારત થીમ આધારીત ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *