વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતી એક મહિલાએ નજીવી બાબતમાં પતિ સાથે તકરાર થતાં સાતમાં માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. કુલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. જેને લઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી ફ્લેટમાં રહેતા દંપતી સૌરભ અને વૈશાલીના સાડા ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. બુધવારે મોડી રાત્રે દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

રાત્રિના લગભગ અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે વૈશાલાના પતિ સૌરભ પણ અજાણ હોવાનુ જાણાવા મળી રહ્યું છે. તેવામાં ફ્લેટમાં રહેતા લોકોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરભ અને વૈશાલી વચ્ચે કુલરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનું વૈશાલીને લાગી આવતા તેણીએ સાંતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યું છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.