1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષથી ઘણા બધા ફેરફારો થવાના છે. તેથી જ તમારે 31 માર્ચ સુધી કેટલાક જરૂરી કામ પતાવી લેવા જોઈએ. આવું ન કરવા પર તમારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ અને આધાર-પેન લિંક જેવા ઘણા જરૂરી કામ તમારે આ મહિને કરવાના છે. અમે તમને આવા જ 8 કામો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે આ મહિને કરવાના છે.

ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
જો તમે ઈન્કમ ટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. ઈન્કમ ટેક્સ એક્ટની ઘણી સેક્સન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટની સેક્સશન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ કરવા પર ટેક્સ છૂટ મેળવી શકાય છે.

આધાર-પેન લિંક કરાવી લેવું
પેનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. ઈન્કમ ડિપાર્ટમેન્ટ તેને લિંક કરાવવાની છેલ્લી તારીખને લંબાવી રહ્યા છે પરંતુ આ વખતે જો છેલ્લી તારીખ લંબાવવામાં નહીં આવે તો જેમનો પેન આધાર સાથે લિંક નથી તો તેમના માટે સમસ્યા થઈ શકે છે. તેનાથી 31 માર્ચ સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે 31 માર્ચ સુધી તમે પેનને આધાર સાથે લિંક નથી કરાવતા તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આવી સ્થિતિમાં તેને ડિએક્ટિવ થવાથી બચાવવા માટે તેને 31 માર્ચ સુધી લિંક કરાવી લેવું.

ઓરિએન્ટલ અને યુનાઈટેડ બેંકની ચેકબુક અને IFSC કોડ કામ નહીં કરે
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા પ્રમાણે, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR કોડ માત્ર 31 માર્ચ સુધી જ કામ કરશે. ત્યારબાદ તમારે બેંકમાંથી નવો કોડ અને ચેકબુક લેવી પડશે. ગ્રાહકો વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18001802222/18001032222 પર ફોન પણ કરી શકો છો. 1 એપ્રિલ 2020ના રોજ સરકારે પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કર્યું હતું.

સસ્તી હોમ લોનનો ફાયદો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC, કોટક મહિન્દ્રા અને ICICI બેંકે હોમ લોનના વ્યાજ દર ઘટાડી દીધા છે. તમે ઓછા વ્યાજ દરે લોન લેવા માગો છો તો તમારે 31 માર્ચ 2021 સુધી અપ્લાય કરવું પડશે. આ સ્કીમ અંતર્ગત SBI, HDFC અને ICICI 6.70 % વ્યાજ પર લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 6.65 % વ્યાજ પર હોમ લોન આપી રહી છે.

31 માર્ચ સુધી FD કરાવવા પર વધારે વ્યાજ મળશે
SBI, HDFC, બેંક ઓફ બરોડા અને ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમ શરૂ કરી છે. આ સ્કિમ્સ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. જો તમે સિનિયર સિટીઝન છો અથવા તમે તમારા માતાપિતા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 31 માર્ચ સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકો છો.

PM કિસાનમાં રજિસ્ટ્રેશન
PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 7 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. જે લોકોએ અત્યાર સુધી PM કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ 31 માર્ચ પહેલા અરજી કરે છે અને જો તેમની અરજીનો સ્વીકાર થઈ જાય છે તો હોળી બાદ તેમને 2000 રૂપિયા મળશે સાથે એપ્રિલ અથવા મે મહિનામાં બીજા હપ્તા તરીકે 2000 રૂપિયા વધુ મળશે. આ યોજનામાં સરકાર વાર્ષિક 6000 રૂપિયા બે-બે હજારના ત્રણ હપ્તામાં આપે છે.

KCC મેળવવા માટે 31 માર્ચ સુધી સરળ તક
જો તમે ખેડૂત છો અને અત્યાર સુધી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)નથી બન્યું તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર 31 માર્ચ સુધી અભિયાન ચલાવીને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જે ખેડૂતોને અત્યાર સુધી KCC નથી મળ્યું, તેઓ પોતાની નજીકની બેંક શાખામાં સંપર્ક કરી શકે છે. તેના માટે સરકારે KCC પ્રાપ્ત કરવાની પ્રોસેસ સરળ બનાવી દીધી છે. હવે ખેડૂતોને એક સરળ ફોર્મ ભરવું પડશે અને 15 દિવસની અંદર તેમને KCC મળી જશે.

વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત ડિટેઈલ આપવાની છેલ્લી તારીખ
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રત્યક્ષ કર (ડાયરેક્ટ ટેક્સ) વિવાદ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’અંતર્ગત ડિટેઈલ આપવાની ડેડલાઈનને લંબાવીને 31 માર્ચ અને ચૂકવણી માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ કરી દેવામાં આવી હતી. આ સ્કીમનો ઉદ્દેશ બાકી વિવાદોનું સમાધાન કરવાનો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.