ગુજરાત રાજ્યની આજે ત્રણ મહાનગરપાલીકા રાજકોટ, અમદાવાદ અને સુરતન મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત આજે થવાની છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચુકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે અને આજે સાંજ સુધીમાં રાજકોટ અને જામનગરના હોદ્દેદારોના નામ પણ જાહેર થઈ જશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.