QUAD દેશોની મહત્ત્વપૂર્ણ બેઠક આજે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા થશે. આ બેઠકમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર હશે. આ સમિટમાં ઓસ્ટ્રેલિયાઈના પીએમ સ્કોટ મોરિસન અને જાપાન પીએમ યોશિહિડે સામેલ થશે. વિશ્વના ચાર શક્તિશાળી લોકશાહી ધરાવતા દેશોના નેતાઓની મહત્ત્વની બેઠકમાં કોરોના વેક્સિન, ટેક્નિકલ સહયોગ, ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દા અગ્રણી રહી શકે છે. જોકે એવું કહેવાઈ રહ્યું છે કે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો ચીનનો હોઈ શકે છે.

ચીનના વલણથી આંતરરાષ્ટ્રીય મુશ્કેલી સર્જાઈ છે
કોરોનાના શરૂઆતના દિવસો અને પછી મહામારી દરમિયાન ચીનના વલણથી આંતરરાષ્ટ્રીય મુશ્કેલી સર્જાઈ છે. શરૂઆતમાં ચીન પર કોરોનાની માહિતી ન આપવાના આરોપ લાગ્યા. તેને લઈને પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલેઆમ ચીનની નિંદા કરી હતી. પછી એપ્રિલ-મે 2020માં ચીને ભારતની સીમનું અતિક્રમણ કરવાની કોશિશ કરી, જેની પર શરૂ થયેલો વિવાદ તાજેતરમાં જ શાંત થયો છે. દક્ષિણ ચીન સાગરમાં પણ ચીન સતત તેની દાદાગીરી દર્શાવી રહ્યું છે.

બાઇડન સરકાર પણ દેખાડી રહી છે ચીનની વિરુદ્ધ સખતાઈ
બીજી તરફ, અમેરિકાની બાઇડન સરકાર ચીનની સામે સખતાઈ દેખાડી રહી છે. અમેરિકાના પ્રભાવશાળી સિનેટરોએ સિનેટમાં ઘણા પ્રસ્તાવ રજૂ કરીને દક્ષિણ ચીન સાગરમાં વધતી સૈન્ય ગતિવિધિઓ માટે ચીનની નિંદા કરી છે. સાથે જ બીજિંગની આર્થિક ગતિવિધિઓને દૂર કરવા માટે પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે, જેનાથી વૈશ્વિક બજારની સાથે-સાથે અમેરિકાના વ્યવસાયને નુકસાન થાય છે.
સિનેટર રિક સ્કોટ, જોશ હાઉલે ડેન સુલીવાન, થોમ ટિલીસ અને રોજર વિકરે બુધવારે પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવમાં અમેરિકાના નેવી અને તટરક્ષક બળના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી, જેમાં તેમણે શિપિંગની સ્વતંત્રતા સુનિશ્ચિત કરી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચીનની સમુદ્રસીમા પાર તેની વિસ્તારવાદી નીતિઓને અમેરિકા ચલાવી લેશે નહિ.

ચીનના પ્રભાવનો મુકાબલો કરવા માટે બન્યું હતું QUAD, હવે છે મોટી જરૂરિયાત
QUADનું જ્યારે 2007માં નિર્માણ થયું હતું ત્યારે પણ એનો મુખ્ય ઉદ્દેશ ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાનો હતો. જોકે પછી મનમોહન સિંહ સરકારે કહ્યું હતું કે ભારત, ચીનની વિરુદ્ધના કોઈપણ પ્રકારના પ્રયત્નોમાં સામેલ નથી. એ પછી ભારત અને ઓસ્ટ્રેલિયાએ પોતાને સમૂહથી અલગ કરી નાખ્યા હતા. હવે કોરોના મહામારી દરમિયાન એક વખત ફરી એવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે એશિયા-પ્રશાંત ક્ષેત્રોમાં ચીન દાદાગીરી દેખાડવાની કોશિશ કરી રહ્યો છે. આ કારણે જ ક્વાડ દેશના નેતાઓની બેઠક દરમિયાન આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો બની શકે છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.