આજે રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મેયરના નામની જાહેરાત પછી ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયે આગ લાગી ગઈ હતી. મહાનગર પાલિકા પાસે આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર નીચે આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરની નીચે પડેલો કચરો સળગ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવામાં આવી છે.
મેયરની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે લાગી આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા. હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આગના પગલે લોકોમાં કૂતુહલ ઉત્પન્ન થયું હતું અને ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.