ઇંગ્લેન્ડ સામે આવતીકાલથી શરુ થનારી પાંચ ટી૨૦ની શ્રેણીની પ્રથમ ટી-૨૦ના સંયોજન પર પ્રકાશ પાડતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરશે. કોહલીએ તેની સાથે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી સુંદર પર્ફોર્મન્સ કરતો હશે ત્યાં સુધી અશ્વિન ટી૨૦ ટીમનો હિસ્સો નહીં હોય. ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરીઝ પરથી ભારતના વર્લ્ડ કપ માટેના ટીમ સંયોજનનો અંદાજ આવશે.

કોહલીએ જણાવ્યું હતું કે રોહિત રમવાનો હોવાથી તે અને રાહુલ ઓપનિંગ કરશે. જો રોહિત આરામ લે અથવા તો રાહુલને ઇજા થાય તો શિખર ધવન ત્રીજા ઓપનર તરીકે લેવાશે. કોહલીને નંબર વન ટેસ્ટ સ્પિનર અશ્વિનને બહાર રાખવામાં આવ્યો છે જ્યારે તેણે તાજેતરમાં જ ગયેલી આઇપીએલમાં શાનદાર દેખાવ કર્યો હતો તેના અંગે પૂછવામાં આવતા કોહલી અકળાઈ ગયો હતો. વોશિંગ્ટન ઘણી સારી રમત દાખવી રહ્યો છે. તેથી બે ખેલાડીઓ તો રમાડી શકાય નહી. ૨૬ ટી૨૦માં વોશિંગ્ટનનો ઇકોનોમી રેટ સાતથી પણ ઓછો છે, જે ઘણો સારો કહી શકાય. તેણે કહ્યું હતું કે વોશિંગ્ટન જ્યારે સારી કામગીરી કરી રહ્યો છે ત્યારે પછી બીજા ખેલાડીને ત્યાં રમાડવાની વાત જ ક્યાં આવી.

કોલકાતા નાઇટરાઇડર્સનો સ્પિનર વરુણ ચક્રવર્તી ફિટનેસના મોરચે નિષ્ફળ ગયો તે અંગે કોહલીએ જણાવ્યું હતું કે સંદેશો સ્પષ્ટ છે. ભારત વતી રમવા માંગનારાઓએ ફિટનેસના કેટલાક ધારાધોરણ તો રાખવા જ પડશે. કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ માટે રચવામાં આવેલી સિસ્ટમને દરેક જણે સમજવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *