બિહારના મુઝફ્ફરપુરમાં એક ગર્ભવતી મહિલાએ ડોક્ટરો વિરુદ્ધ કન્ઝ્યુમર ફોરમમાં કેસ દાખલ કરાવ્યો છે. મહિલાએ જિલ્લાના મોતીપુર પીએચસીમાં નસબંધી કરાવી હતી, એમ છતાં મહિલા ગર્ભવતી થઈ હતી. હવે મહિલાએ કન્ઝ્યુમર કોર્ટમાં 11 લાખ રૂપિયાનું વળતર માગતો દાવો કર્યો છે. આ કેસની સુનાવણી 16 માર્ચે થવાની છે. આ મામલે મહિલાએ સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ સામે કેસ દાખલ કર્યો છે.

મોતીપુર પ્રખંડના અંતર્ગત સરકારી હોસ્પિટલમાં પરિવાર નિયોજન કાર્યક્રમ અંતર્ગત 27 જુલાઈ 2019ના રોજ ફૂલકુમારીએ નસબંધી કરાવી હતી. આ દરમિયાન તેણે સરકાર તરફથી જણાવેલા દરેક નિર્દેશોનું પાલન કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે પહેલેથી જ તેનાં ચાર બાળકો છે અને તેમનો ખર્ચ પૂરો પાડવો પરિવાર માટે મુશ્કેલ છે. પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યા છતાં બે વર્ષ પછી મહિલા પાંચમી વખત ગર્ભવતી થઈ હતી. આ સંજોગોમાં તે પાંચમા બાળકનો ઉછેર કરે એવી તેની કોઈ આર્થિક સ્થિતિ નથી.

મહિલા તરફથી વકીલ એસ.કે. ઝા.
મહિલા તરફથી વકીલ એસ.કે. ઝા.

આ મામલે મહિલા વકીલ એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે મહિલા ઘણા ગરીબ પરિવારની છે. તે 4 બાળકોનું ભરણપોષણ કરવા માટે સક્ષમ નથી. મહિલા ફરી ગર્ભવતી થઈ છે, જે સરકારની બેદરકાર વ્યવસ્થાને દર્શાવે છે. જિલ્લા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 16 માર્ચે થવાની છે. પ્રધાન સચિવ સ્વાસ્થ્ય વિભાગ સિવાય ત્રણ અન્ય લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મહિલાનું કહેવું છે કે તેણે પરિવાર નિયોજનમાં ઓપરેશન કરાવ્યું, પરંતુ બે વર્ષ પછી તે ફરી ગર્ભવતી થઈ ગઈ. એને કારણે પરિવારમાં પણ ખૂબ નિરાશા છે. જ્યારે મહિલાએ આ વાતની ફરિયાદ કરી ત્યારે મોતીપુર જિલ્લા હોસ્પિટલમાં તેમનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે ગર્ભવતી હોવાનો બહાર આવતાં તેને ખૂબ આશ્ચર્ય સાથે નિરાશા થઈ હતી.

જિલ્લા ચિકિત્સા પદાધિકારી.
જિલ્લા ચિકિત્સા પદાધિકારી.

પરિવાર નિયોજન પછી મહિલાના ગર્ભવતી થવાના કેસમાં જિલ્લા ચિકિત્સા પદાધિકારીએ જણાવ્યું હતું કે આ કેસને ધ્યાનમાં લેવામાં આવ્યો છે; આવા કેસ સામે આવે છે. જેમને ફોર્મ ભરવાથી 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ મહિલાને પણ આ રકમ આપવામાં આવશે. ઓપરેશન દરમિયાન અમુક કેસ ફેસ જતા હોય છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.