ભારત બહુ જલ્દી પોતાના અવકાશ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનુ છે. આ માટેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. મિશન ગગનયાન માટે જે ચાર અંતરિક્ષ યાત્રીઓને મોકલવાના છે તેમની તાલિમ હવે પૂરી થવાના આરે છે.

મીડિયાના સૂત્રોનુ કહેવુ છે કે, તેમની તાલીમ થોડા દિવસમાં પૂરી થઈ જશે. આ તાલીમ દરમિયાન તેમને અંતરિક્ષમાં કેવી રીતે જીવવાનુ છે તેનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે. રશિયામાં તેમની ટ્રેનિંગ પુરી થયા બાદ તેઓ ભારત આવશે અને એ પછી ગગનયાન થકી તેમને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

મિશન ગગનયાન પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજનાઓ પૈકીનુ એક છે. જેની પાછળ લગભગ 10000 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યુ છે. ઈસરોનુ લક્ષ્યાંક આગામી વર્ષે ગગનયાન થકી ભારતના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનુ છે.

અગાઉ રશિયામાં ટ્રેનિંગ માટે જેમની પસંદગી કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગના એરફોર્સના પાયલોટ હતા. એક વખત તેમની ટ્રેનિંગ પૂરી થશે તે પછી ચાર પાયલોટને ગગનયાન માટે પસંદ કરવામાં આવનાર છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.