ઈંગ્લેન્ડ ટીમના ટી-20 માટેના કેપ્ટન મોર્ગનએ કહ્યું કે ભારત સામે યોજાવનારી આગામી સીરીઝ રમીને જાણ થઇ જશે કે તેમની ટીમ વિશ્વ કપ માટે કેટલી તૈયાર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવાર (12 માર્ચ)થી 5 ટી-20 સીરીઝ અને 3 વન-ડે મેચ રમાશે. મહત્વનું છે કે, ટી-20 સીરીઝની તમામ પાંચ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ટી-20 સીરીઝ પહેલા ભારતે ઈંગ્લેન્ડને 4 ટેસ્ટ મેચની સીરીઝમાં 3-1 થી હરાવ્યું હતું.

ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગન (Eoin Morgan)એ કહ્યું, અમારા માટે આ અમને સાબિત કરવાનો મોકો છે. વિશ્વ કપમાં સાત મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. દુનિયાની સર્વ શ્રેષ્ઠ ટીમોમાંથી એક ભારતને તેની જ જમીન પર હરાવવું ખુબ જ મુશ્કેલ છે. પ્રથમ મેચના પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, ભારતીય ટીમને તેની જ ધરતી પર હરાવવી ખુબ જ મુશ્કેલ છે. વિશ્વકપ પણ અહીં જ યોજાવાનો છે માટે તે એક પ્રબળ દાવેદાર છે અને અમારી ખરી પરીક્ષા અત્યારે જ છે.

મોર્ગને કહ્યુ ટીમમાં નક્કી થયેલ તમામ ખેલાડીઓ સંપૂર્ણ ફીટ છે અને તેમાં જોફ્રા આર્ચરનો પણ સમાવેશ થાય છે તેમે ટીમ સંયોજક વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. મહત્વનું છે કે ટી-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે ત્યારે બીજી બીજુ કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડને આઇસીસી ટી-20 વર્લ્ડ કપને માટે જીતનું દાવેદાર ગણાવ્યું હતું. વિરાટ કોહલીને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં કોહલીએ ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ પરને જીતનારી મેજબાન ટીમ ગણાવી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.