ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે આજે ઇતિહાસ રચ્યો છે. હવે મિતાલી 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી વિશ્વની બીજી અને ભારતની એકમાત્ર મહિલા ક્રિકેટર બની છે. લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વન-ડે દરમિયાન તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની વનડે સિરીઝની શરૂઆત પહેલા મિતાલીને દસ હજાર રન પૂરા કરવા માટે 85 રનની જરૂર હતી. પ્રથમ વનડેમાં તેણે 50 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી, ત્રીજી વન-ડેમાં 50 બોલમાં 36 રન બનાવ્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી. એટલે કે તેની ઇનિંગ્સ પણ સમાપ્ત થઈ ગઈઅને આ સાથે જ 10 હજાર એક રન બનાવ્યા.

38 વર્ષીય આ મહિલા ક્રિકેટર ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ઘણા રન બનાવી ચૂકી છે. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સના છે, તેણે 10,273 રન બનાવ્યા હતા. 2016 માં તેની 20 વર્ષની લાંબી કારકિર્દી પર પૂર્ણ વિરામ લેનારી પૂર્વ મહિલા ક્રિકેટર, 191 વનડેમાં 5,992, 23 ટેસ્ટમાં 1,676 રન અને 95 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2,605 રન બનાવી ચૂકી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.