નવસારી જિલ્લાના વાંસદાના ખડકાલા સર્કલ પાસે ટેમ્પોચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

ડાંગ જિલ્લાના વઘઇ તરફથી આવતા બેકાબૂ આઇસર ટેમ્પોએ વાંસદાના ખડકાલા સર્કલ પાસે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર પાર્સીંગ ધરાવતા આઈસર ટેમ્પોના ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અકસ્માતમાં યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળેથી જ તેમના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકો ડાંગ જિલ્લાના વધઈના રહેવાસી છે. તેઓ કોલેજ પૂર્ણ કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે જ ખડકાલા સર્કલ પાસે ટેમ્પો સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેયના મોત નિપજ્યા છે. મૃતક વિદ્યાર્થીઓ મલિન, દાગડીઆબા અને ધોળી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *