રાજકોટમાં વધુ એક હનીટ્રેની ઘટના સામે આવી છે. શહેરના જામનગર રોડ પર અવધ રેસિડેન્સીમાં રહેતા મુળ બિહારના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોતે હનીટ્રેપનો શિકાર થયાની ફરિયાદ નોંધાવી છે. સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનાર આ યુવક મહિલા મિત્રને મળવા માધાપર ચોકડીએ ગયો હતો ત્યાંથી મહિલાને બેસાડી બેડી પાસે પહોંચતા જ ત્રણ શખસો ત્રાટકયા હતા. જે પૈકી બે શખ્સોએ તેનું બાઈકમાં અપહરણ કર્યું હતું અને તેને નાકરાવાડી પાસે ટેકરી ઉપર અવાવરુ જગ્યાએ લઈ જઈ માર મારી મોબાઈલ, પાકિટ અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાકિદે તપાસ હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી છે જયારે આરોપી મહિલાની શોધખોળ હજુ ચાલુ છે.

બાઈકમાં ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા
યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો મહિલા સાથે પરિચય થયા બાદ આ મહિલાએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને તેને માધાપર ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો જેથી ફરિયાદી તેને મળવા માટે માધાપર ચોકડીએ ગયો હતો. જ્યાંથી મહિલાને બાઈક પર બેસાડી બેડી જવાના રસ્તે અતિથિ દેવો ભવ: હોટલ આગળ મામાસાહેબની વાડી પાસે બાઈક ઉભું રાખતા બાઈકમાં ત્રણ સવારીમાં ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *