ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 715 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1ન મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4420 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,68,198 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.95 ટકા પર પહોંચ્યો છે. હાલ 4006 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર અને 3955 લોકો સ્ટેબલ છે.

 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટ કોર્પોરેશન 58, વડોદરા 26,ભાવનગર કોર્પોરેશન 20, ભરૂચ 14,કચ્છ 13, સુરત 13 ખેડા-12, મહેસાણામાં 12, પંચમહાલમાં 12 અને રાજકોટમાં 11 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18,38,382 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,61,434 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,10,130 લોકોને રસી આપવામાં આવી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.