અકોટા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કરવા માટે જિલ્લાના લગ્ન અધિકારી સમક્ષ અરજી કરતા હિંદુ સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે.ઉલ્લેખનિય છે કે, આ પહેલા હિંદુ યુવતીને મુસ્લિમ યુવક અન્ય રાજ્યમાં ભગાડી લઈ જઈ લગ્ન કરી લેતા મામલો ઉગ્ર બન્યો હતો.

હિંદુ સંગઠનોએ તાત્કાલીક લવજેહાદનો કાયદો બનાવવામાં આવે તેવી માંગણી ઉઠાવી છે. સમસ્ત રાજપુત સમાજના પ્રમુખ અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે, જિલ્લા લગ્ન અધિકારી સમક્ષ હરીપુરાની યુવતી સાથે લગ્ન કરવા માટે અકોટામાં રહેતા મુસ્લિમ યુવકે તંત્ર સમક્ષ મંજુરી માંગી છે.

અગાઉ પણ બ્રાહ્મણ યુુવતીનો લવજેહાદ પ્રકરણે ભારે વિવાદ સર્જ્યો હતો. દર મહિને શહેરમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તેવા સમયમાં સમસ્ત રાજપુત સમાજ અને કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે કે, તાત્કાલિક ધોરણે લવ જેહાદના કાયદાને મંજુરી આપી કાયદાનો તાત્કાલિક અમલીકરણ કરાવવામાં આવે અને તમામ વિધર્મી વિવાહની મંજુરી રદ કરી કાયદેસરના પગલા લેવા માગ કરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.