ગુજરાતના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનાગર હવેલીમાંથી ઘણી જ ઘૃણા ઉપજાવનારી ઘટના સામે આવી છે. દાદરા નાગર હવેલીના સેલવાસના નરોલી વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને પાડોશીએ જ દુષ્કર્મનો શિકાર બનાવી અને તેની લાશના ટુકડા કરીને ફેંકી દીધાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આ આરોપીની અટકાયત કરી લીધી છે.

બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે આ સમાચાર મળતાની સાથે આખા પરિવાર અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારની હાલત તો એકદમ દયનીય બની છે. તો બાળકીના પિતાએ રાતે જ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓ પણ મૃત્યું પામ્યા છે.

મીડિયાને મળતી માહિતી પ્રમાણે, નરોલી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સમયે અચાનક ગુમ થઇ ગઇ હતી. થોડા સમય સુધી બાળકી ઘરે નહીં આવતા તેના પરિવારજનોને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. ત્રણથી ચાર કલાકની શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહી મળી આવતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકી બપોરના સમયે અન્ય બાળકીઓ સાથે રમી રહી હતી.

માસૂમ બાળકીની ઘાતકી હત્યા કરી નાંખતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ રાતે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ત્યાં જ પિતાનું પણ અવસાન થયું છે. આ ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડીંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને પોલીસ મથક ગઇ ગયા હતા.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.