સુરત વરાછા પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરતના વરાછા પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૦૨૧૧૦૧૪ ઈ.પી.કો. કલમ-૩૨૩,૩૨૪,૫૦૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી યોગેશભાઇ છગનભાઇ કળસરીયા રહે.મુળ ગામ વાઘનગર, તા.મહુવા હાલ મકાન નં.૧૭૮, હરીધામ સોસા યટી, સુરત વાળો વાઘ નગર ગામે ભોળાનાથના મંદિર પાસે આવેલ સતીશભાઇ મારાજની દુકાને ઉભેલ છે.જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા મળેલ હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા જેનુ નામઠામ પુછતા યોગેશભાઇ છગનભાઇ કળસરીયા ઉ.વ.૩૦ ધંધો હિરાઘસુ રહે.મુળ ગામ વાઘનગર, તા.મહુવા હાલ મકાન નં.૧૭૮, હરીધામ સોસાયટી, સુરત વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે આરોપી યોગેશભાઇ છગન ભાઇ સદરહું ગુન્હાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ. પી.આર.સરવૈયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *