જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના રાવલપોરા ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલુ મુકાબલામાં અજાણ્યા આતંકવાદી માર્યા ગયા છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

આતંકીઓ જ્યાં છુપાયેલા હતા તે સ્થળે સુરક્ષા દળ પહોંચતાની સાથે જ આતંકીઓએ તેમની પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી હતી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. પોલીસે કહ્યું, “શોપિયનમાં એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો છે. ઓપરેશન ચાલુ છે.” શનિવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. કામગીરી હજી ચાલુ છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
