રાજ્યમાં ગુનાખોરી પર અંકુશ અને સર્વેલન્સ માટે પોલીસ વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગમાં વધુ એક ટેકનોલોજીનો ઉપયોગ કરી હવે પોલીસ આધુનિક બની છે. રોડ પર ફરજ બજાવતાં પોલીસકર્મીઓ સાથે વાહન ચાલકો બોલાચાલી કરી ઘર્ષણ કરતા હોય છે. આંદોલન, VIP બંદોબસ્તમાં ઘર્ષણના બનાવ બનતા હોય છે, ત્યારે પુરાવા માટે હવે પોલીસકર્મીઓને “બોડી વોર્ન કેમેરા” આપવામાં આવશે. જેનું આજે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ચાર રસ્તા પર રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું.

પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પોલીસકર્મીને બોડી કેમેરાથી સજ્જ કરાયા

પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પોલીસકર્મીને બોડી કેમેરાથી સજ્જ કરાયા

રાજ્ય સરકારે 10,000 બોડી વોર્ન કેમેરાનો ઓર્ડર આપ્યો

અમદાવાદમાં આજે પાંચ જગ્યાએ આ બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયની પોલીસ સ્માર્ટ અને ટેકનોલોજી સભર બને તથા કાયદો અને વ્યવસ્થા વધુ સારી રહે તેના માટે સરકારે 10,000 બોડી વોર્ન કેમેરા અંદાજીત 50 કરોડના ખર્ચે પોલીસ વિભાગને આપ્યા છે. રાજયના પોલીસને પોકેટ કોપ સહિત અનેક રીતે આધુનિક કરી છે. રસ્તા પર બનતી ઘટના કે ઘર્ષણ અંગે ડિટેકશન કરી શકાય. હાલમાં પોલીસને બે પ્રકારના કેમેરા અપાયા છે. પોલીસકર્મી/અધિકારીઓના શરીર પર લાગેલા આ કેમેરાના કારણે ઘણા ફાયદા થશે. રેકોડિંગ કરેલો ડેટા વધુ ઉપયોગી બનશે.

કેમેરાનું લાઈવ કનેક્ટ સુધી પોલીસ કંટ્રોલ રૂમમાં

આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ પોલીસકર્મીઓ જો રોડ પર કોઈ પાસે લાંચ માગશે અથવા પોલીસકર્મીઓ ક્યાં-ક્યાં ડયુટી પર હાજર છે તે તમામ માહિતી આપશે. આ કેમેરાનું લાઈવ સીધું પોલીસ કંટ્રોલ રૂમમાં કનેક્ટ કરવામાં આવ્યું છે. જ્યાં પણ ઘર્ષણ થાય અને પોલીસની જરૂર પડશે તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જશે. આ લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમમાં રાજયના પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એડી. ડીજી નરસિંહા કોમર, અધિક ગૃહ સચિવ અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.