ગુજરાત રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 810 કેસ નોંધાયા છે. જેની સામે 586 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4424 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.82 ટકા છે. અત્યાર સુધીમાં 19,77,802 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 5,00,635 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 42849 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 165, સુરતમાં 241, વડોદરામાં 117, રાજકોટમાં 70, ભાવનગરમાં 29, મહેસાણામાં 18, ખેડા, પંચમહાલમાં 17-17, આણંદ, ગાંધીનગરમાં 16, મોરબીમાં 13-13, દાહોદ, પાટણમાં 10-10 સહિત કુલ 810 કેસ નોંધાયા છે. આજે બોટાદ, ડાંગ, જામનગર અને પોરબંદર એમ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યારે કુલ 4422 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 54 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4368 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,69,361 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
