અમેરિકામાં શિયાળાના અંતમાં વાવાઝોડાં સક્રિય બનતાં સપ્તાહાંતમાં હવામાન વિનાશક બનવાની આશંકા છે. પૂર્વના પર્વતીય વિસ્તારો અને પશ્ચિમના મેદાની પ્રદેશોમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોડાંના પગલે આ વિસ્તારોમાં દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા છે. સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરે પણ વાવાઝોડાં માટે પાંચ સ્તરની હવામાનની ચેતવણીમાંથી ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે. કેયને સહિત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં ત્રણ લાખથી વધુ લોકોને બ્લિઝાર્ડ (ભયાનક હિમવર્ષા)જ્યારે 70 લાખથી વધુ લોકોને વિન્ટર સ્ટોર્મની ચેતવણી અપાઈ છે. ડેનેવરમાં વાવાઝોડાંના કારણે 2,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

 

અમેરિકાના કોલોરાડો રાજ્યના પાટનગર ડેનેવરમાં બરફનું ભીષણ તોફાન સર્જાયું હતું. વધુમાં કોલોરાડો પરિવહન વિભાગે પણ લોકોને જરૂર ન હોય તો ઘરમાંથી બહાર નહીં નિકળવાની સલાહ આપી છે. અમેરિકાના દક્ષિણ મેદાની ક્ષેત્રમાં હિમવર્ષા સાથે આવેલા તોફાનના કારણે વાહનોના પરીવહન સાથે વિમાનના ટ્રાફિક પર પણ અસર થઈ છે.

 

નેશનલ વેધર સર્વિસે ડેનેવરમાં બરફના ભયાનક તોફાનની ચેતવણી આપતાં કહ્યું કે શનિવારે બપોરથી રાત સુધીમાં ડેનેવરમાં 18થી 25 ઈંચ બરફ પડવાનો અંદાજ છે. આ સિવાય ‘ફ્રન્ટ રેન્જ’ની તળેટીના કેટલાક વિસ્તારોમાં 30 ઈંચ સુધીની હિમવર્ષાની આશંકા છે. બરફના તોફાનને ધ્યાનમાં રાખીને કોલોરાડો પરિવહન વિભાગે પણ લોકોને અત્યંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું. ડેનેવરમાં બરફના તોફાનના કારણેે એકબાજુ માર્ગ પરિવહન પર અસર થઈ છે તો ડેનેવર બીજી બાજુ ડેનેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તા એમિલી વિલિયમ્સે જણાવ્યું કે, શનિવારે સવારે એરપોર્ટ પર ભારે ભીડ રહી હતી, પરંતુ અંદાજે 750 ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ હતી અને રવિવાર માટે પણ અંદાજે 1,300થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.