Sun. Dec 22nd, 2024

PANCHMAHAL : જાણો વિપક્ષે શું આપી પ્રતિક્રિયા, DyCM નીતિન પટેલે કહ્યું સિચાઈ માટે પાણી નહીં આપી શકાય

PANCHMAHAL : 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે. સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે. જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્યએ પ્રહાર કર્યા છે.


ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ માંગ કરી છે કે, સરકાર ખેડૂતોની સ્થિતિ અંગે વિચાર કરે. હર્ષદ રિબડિયાએ કહ્યું કે, સૌની યોજના અંતર્ગત ડેમોમાં સરકાર પાણી આપે. જો હાલ ખેડૂતોને પાણી નહીં મળે તો પાક બરબાદ થઇ જશે. પાછળથી વરસાદ આવશે તો પીવાનું પાણી પણ મળી જશે. તેમણે કહ્યું કે, કોઇપણ સંજોગોમાં ખેડૂતોને પાણી મળવું જરૂરી છે.

Related Post

Verified by MonsterInsights