સૌરાષ્ટ્રના લોકો માટે એક ઘણા માઠા સમાચાર આવ્યા છે, ખાસ કરીને એવા સમયે કે જ્યારે હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને તેમજ હજુ આગામી એક મહિના સુધી આવા ઘણા તહેવારો હજુ લાઈનમાં છે. રાજકોટમાં કામકાજે જતા લોકો માટે ઘણી મોટી મુશ્કેલીના સમાચાર આવ્યા છે, આ રોડને સમારકામ માટે અને ઓવરબ્રિજ બનાવવા માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. લોકોને હાલ તો અવરજવરમાં ઘણી મુશ્કેલી પડે છે,
ગોંડલ રોડ ચોકડી પર 1 વર્ષ વાહનોની અવરજવર બંધ કરી દેવાશે
રાજકોટના જે માર્ગને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે તે માર્ગે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે પરતું હવે માર્ગ બંધ કરાતા હવે તમામ વાહનો બીજે ડાયર્વટ કરવામાં આવશે, અને તેનાથી ઘણી નવા પ્રકારની મુસીબત સર્જાઈ શકે છે. રોજબરોજની અવરજવર ધરાવતા શહેરીજનોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી શકે છે. તો બીજી તરફ જે રોડ પરથી વાહનો પસાર થશે ત્યા રહેતા સ્થાનિકોને પણ વાહનોના ઘોંઘાટ અને ધ્વનિ પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમ હાલ જે બાજુ આ ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવશે ત્યાં પણ ઘણી સમસ્યાઓ ઉભી થવામાં છે. લોકોને જ્યાં સુધી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક સુવિધા ન આપવામાં ન આવે અથવા તેનો કોઈ ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી આ મુસીબતથી છૂટકારો મળવાનો નથી.
ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી રસ્તો 1 વર્ષ માટે બંધ કરાયો
આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ઓવરબ્રીજ બનતો હોવાથી રોડને 1 વર્ષ સુધી અવરજવાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારને ટ્રાફિકની બાબતમાં સતત વસ્ત રહેતો વિસ્તાર માનવામાં આવે છે, દિવસ દરમિયાન ત્યાંથી હજારો વાહનો પસાર થતા હોય છે, જ્યારે અન્ય શહેરોમાં જતા વાહનો પણ ત્યાંથી જ પસાર થતા હોય છે, એવામાં સોમનાથ, પોરબંદર જતા વાહનોને માટે પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ રોડ પરથી પસાર થનાર વાહનોને કોરાટ ચોકથી થઈ જઈ શકશે.