ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત યુવકને ચંપલ વડે માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ તે ઘટના અંગે સંજ્ઞાન લઈને આરોપીની ધરપકડ કરી છે અને કેસ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશની તે ઘટના છપાર થાણા ક્ષેત્રના તાજપુર ગામની હોવાનું કહેવાઈ રહ્યું છે. ગામના સરપંચ શક્તિ મોહને એક દલિત યુવક સાથે વિવાદ થતાં તેને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ચંપલ વડે માર માર્યો હતો. તે દરમિયાન પ્રધાને અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો.
ઘટના સ્થળે ઉપસ્થિત એક યુવકે તેનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને વાયરલ કર્યો હતો. પુરકાજી વિધાનસભા ક્ષેત્ર ખાતેથી ગઠબંધન ધારાસભ્ય અનિલ કુમારે તે વીડિયો ટ્વિટ કરીને અધિકારીઓને કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું અને ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ધારાસભ્યની ટ્વિટ બાદ એસએસપી વિનીત જાયસવાલે આરોપી પ્રધાન સામે કેસ દાખલ કરીને ધરપકડ કરી હતી.
રાજસ્થાનના જાલોરમાં શિક્ષકે પાણીના માટલામાંથી પાણી પીવા જેવા સાવ નજીવા મામલે 9 વર્ષના દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. મારપીટના કારણે આંખ અને કાનમાં ગંભીર ઈજા પહોંચી હોવાના કારણે સારવાર દરમિયાન તે વિદ્યાર્થીનું મોત થયું હતું. તે ઘટના મામલે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે હવે ઉત્તર પ્રદેશ ખાતેથી પણ જાતિવાદ અંગેની એક ઘટના સામે આવી છે.