શહેર શાળા સંચાલકો સામાન્ય રીતે વિવાદિત કારણોથી જ ચર્ચામાં આવતા રહે છે. ફી માફ નહી કરવાનાં મુદ્દે કે ભણાવ્યા નહી હોવા છતા પણ ફીની પઠાણી ઉઘરાણી કરવા જેવા મુદ્દે શાળા સંચાલકો ચર્ચામાં આવતા રહે છે. જો કે હવે શાળા સંચાલકોએ ખુબ જ આવકારદાયક નિર્ણય લીધો છે. શાળા સંચાલકોએ કોરોના દરમિયાન માતા પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની બે વર્ષની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સૌથી મહત્વનું છે કે, શાળાઓનો આ ખુબ જ આવકાર દાયકનો નિર્ણય છે.
કોરોનાથી મૃત્યુ પામેલા માતાપિતાના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પુરું પડાશે. 2 વર્ષ માટે અમદાવાદની શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ અપાશે. વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન મદદ કરાશે. વર્ષ 2020-21માં લીધેલી ફી પરત કરવામાં આવશે. જે બાળકના માતાપિતાને કોરોના થાય તેમની માસિક ફીમાં માફી અપાશે.
અમદાવાદ શહેર સંચાલક મહામંડળ અભિયાન ‘સંગાથ’ મદદરૂપ થશે. 300 જેટલા શાળા સંચાલકોએ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. અન્ય શાળાઓ સાથે પણ આ મામલે વાટાઘાટ ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં મહત્તમ શાળા સંચાલકો જોડાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહત્તમ શાળાઓ જોડાય તેવી શક્યતાઓ પણ છે.